આર. આર. મહેતા કોલેજ ઑફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સમાં ‘યુનિયન બજેટ ટોક @ કેમ્પસ’ કાર્યક્રમ યોજાયો

15 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ દ્વારા કમિશનર ઑફ હાયર એજ્યુકેશન, ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તથા પ્રિન્સિપલડૉ. વાય બી ડબગર ના માર્ગદર્શન હેઠળ યુનિયન બજેટ ટોક @ કેમ્પસ’ કાર્યક્રમનું આયોજન તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઓડિયો-વિઝ્યુઅલ સેન્ટરમાં કરવામાં આવ્યું. કેમ્પસના એકેડેમિક ડાઇરેક્ટર ડો. અમિત પરીખે આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમના અતિથિ વિશેષ પાલનપુર તાલુકાના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર હતા અને મુખ્ય વક્તા પાલનપુરના યુવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી હર્ષ વકીલ રહ્યા હતા.શ્રી અનિકેતભાઈ ઠાકરે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે કેમ્પસ કોલેજોમાં કેન્દ્રિય બજેટ પર વિચા રંગો ષ્ઠિનું આયોજન એક ઐતિહાસિક પહેલ છે. યુવાધન જ્યા રે આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લે છે, ત્યા રે તે પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજે છે અને સમાજના છેવાડાના નાગરિક સુધી બજેટની વિરોષતાઓ અને તેના લાભોની માહિતી પહોંચાડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા માટે આવા કાર્યક્રમો યુવાનોને દેશની સામાજિક અને આર્થિક રચનાની ઊંડી સમજ આપે છે.
મુખ્ય વક્તા શ્રી હર્ષ વકીલે Analysis of the Union Budget 2026-27′ વિષય પર વ્યાખ્યાન આપતા જણાવ્યું કે બજેટની સમજ નોકરીયાત તથા વ્યાપારી વર્ગને પોતાની આવકનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં મદદરૂપ બને છે. તેમણે જણાવ્યું કે વર્તમાન બજેટ યુવા શક્તિ ને યોગ્ય દિશા આપીને તેમની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થાય તેવા કર્તવ્ય કેન્દ્રિત અભિગમ પર આધારિત છે. તેમણે નાણાકીય મુદ્દાઓ અને આવકવેરા પર તકનીકી વિશ્લેષણ સાથે બજેટને છ મુખ્ય વિભાગોમાં વહેંચી રજૂ કર્યું: પર્યટન અને ટેક્સ ટાઇલ, બાયોફાર્મા, સેવા ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઈ, શિક્ષણ અને રમતગમત તથા સેમિકન્ડક્ટર્સ.કાર્યક્રમના નોડલ ઓફિસર ડૉ. કુલદીપ માથુરે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે ૧૯૪૭થી ૨૦૪૭ સુધીનો સમયગાળો ભારતના અલ્પવિકસિતથી વિકસિત દેશ બનવાની ગાથા છે. આ વિકાસયાત્રામાં કેન્દ્રિય બજેટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ દેશનું બજેટ તેની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરતો ધોરીમાર્ગ છે, તેથી કેમ્પસમાં બજેટ પર યુવા પેઢી સાથે ચર્ચાનું આયોજન વિકસિત ભારત તરફ જવા માટે માર્ગ મોકળો કરે છે.અર્થશાસ્ત્ર વિષયના વરિષ્ઠ અધ્યાપક શ્રી ડી. એન. પટેલે જણાવ્યું કે યુવાપેઢી સાથે બજેટ ચર્ચા કરવાથી તેમના ભારત વિષયક દ્રષ્ટિકોણ અને ભવિષ્ય દર્શી વિચાર જાણવા મળે છે. તેમણે આ પ્રકારના કાર્યક્રમવારંવાર આયોજિત કરવા પર વિશેષ ભાર મૂક્યો અને કમિશનર ઓફ હાયર એજ્યુ કેશન અને યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે જી. ડી. મોદી વિદ્યા સંકુલની એમબીએ, એમસીએ, કોમર્સ અને બીબીએ વિભાગના કુલ ૧૨૫ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ને પ્રોત્સા હિત્ત કરવા કોમર્સ ફેકલ્ટીના ડો. સુનિલ ચૌધરી, ડૉ. હેતલબેન, હેત દોશી, આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્રના ડૉ. હેમલબેન, ડૉ. મુકેશ પ્રજાપતિ તેમજ એમબીએ ફેકલ્ટી ના અબૂજર વોરા અને નિષ્ઠા રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડો. અજીત પરમારે આભારવિધિ કરી હતી.





