સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયાસો થકી કાનોડ ની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિરને મળ્યું પરીક્ષા કેન્દ્ર.

તારીખ ૧૫/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ ખાતેની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિર ના ટ્રસ્ટીઓ અને આચાર્યએ ધોરણ ૧૨ માટે પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે સાંસદ રાજપાલસિંહ જાદવ ને રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે સરકારમાં રજૂઆત કરતા આ શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે. અને આનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે દૂર જવું નહીં પડે. શાળા મંડળ ના ટ્રસ્ટીઓ અને આચાર્ય સાથે ગામના લોકો એ સાંસદ રાજપાલસિંહ જાદવનો આભાર માન્યો હતો અને તેઓની શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોવાથી ખુશી વ્યક્ત કરી હતી અને સાંસદ રાજપાલસિંહ જાદવના આ કામની પ્રશંસા કરી છે. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને તાલુકા ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા કેન્દ્ર ફાળવવાથી વિદ્યાર્થીઓને ઘણી સગવડતા થશે અને તેમના ભવિષ્યને સારો આભાસ મળશે.






