GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના કલ્યાણપર ગામે ઘોળા દિવસે લાખોની ચોરી: વેપારીના બંઘ ઘરના તાળા તોડી રૂ.૪.૪૫ લાખની મત્તા સાફ 

TANKARA:ટંકારાના કલ્યાણપર ગામે ઘોળા દિવસે લાખોની ચોરી: વેપારીના બંઘ ઘરના તાળા તોડી રૂ.૪.૪૫ લાખની મત્તા સાફ

 

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે તસ્કરોએ ધોળા દિવસે ખાતર પાડીને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા છે. એક વેપારીના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૪,૪૫,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે.

​મળતી માહિતી મુજબ, કલ્યાણપર ગામે રહેતા અને વેપાર કરતા ૪૨ વર્ષીય જયંતીલાલ વીરજીભાઈ ઉજરીયાનું ઘર દિવસે બંધ હતું ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. અજાણ્યા શખ્સોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલ કિંમતી ઘરેણાં તેમજ રોકડ પર હાથ સાફ કર્યો હતો.

સોનાના દાગીના: ૨ મંગળસૂત્ર (૬ તોલા), ૧ જોડી પાટલા (૩ તોલા), સોનાની બુટી અને સોનાનું ‘ઓમ’.ચાંદી: પાયલ અને જુદા-જુદા વજનની સોના-ચાંદીની ગીનીઓ.​રોકડ: ₹૨,૧૨,૦૦૦ ની રોકડ રકમ.ઘટનાની જાણ થતા જયંતીલાલ ઉજરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ ₹૪,૪૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી, તસ્કરોનું પગેરું મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ધોળા દિવસે થયેલી આ ચોરીની ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!