GUJARATSINORVADODARA

બ્રહ્માકુમારી શિનોર શાખા દ્વારા મહાશિવરાત્રીનો પાવન પર્વ ભવ્ય ઉજવણી કરાઈ


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ૧૦ ફૂટ ઊંચું શ્રીફળથી નિર્મિત ભવ્ય શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ દિવ્ય શિવલિંગના દર્શન માટે શિનોર નગરના ભક્તજનો ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા. ભગવાન શિવની ભવ્ય ઝાંખી સાથે સુંદર શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી, જેમાં “ઓમ શાંતિ” ના ગુંજતા નારા અને ભગવાન શિવની મહિમા દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.
બ્રાહ્મણ સમાજના અરુણભાઈએ પોતાના કરકમળોથી ૧૦ ફૂટ ઊંચા શિવલિંગની આરતી અને પૂજન વિધિ કરી. શિનોર ગામના સરપંચ તથા એપીએમસીના પ્રમુખ સચિનભાઈએ પણ પોતાના પરિવાર સાથે પધારી ભગવાન શિવના દર્શનનો લાભ લીધો.

Back to top button
error: Content is protected !!