દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૬.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં
મહાશિવરાત્રી પૂર્વે સંધ્યાય ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ મા ભારતી ની આરતી કરવામાં આવી હતી તેમજ વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાહોદના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરા કાર્યક્રમ જોવા માટે શિવ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પોલીસ વિભાગમાંથી એસ પી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ પૂર્વ 14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી, માં ભારતી ની આરતી કરી, મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સમગ્ર કેદારનાથ ધામ શિવ ભક્તો થી મન મુગ્ધ બન્યો હતો, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ના પ્રાંગણ માં આયોજન કરવામાં આવ્યું હતું



