BANASKANTHAGUJARATKANKREJ

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમા કુમાર/કન્યા છાત્રાલયનું ૧૫ માર્ચે નવીન ઈમારતનો શિલાન્યાસ થશે..

પાટણ ડીસા હાઈવે માર્ગ ઉપર આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયની કારોબારી સમિતિની મહત્ત્વની બેઠક ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ પ્રમુખ શાંતિલાલ,મંત્રી રઘુભાઈ, ઉપપ્રમુખ અણદાભાઈ સહીત બાંધકામ -સંચાલન સલાહકાર સમિતિના સભ્યોની ઉપસ્થિતિ મા યોજાઈ હતી.જેમાં સમાજ ના શૈક્ષણિક ઉત્થાન માટે આગામી તા. ૧૫/૦૩/૨૦૨૬ ના રોજ સંસ્થાની નવીન ઈમારતનો ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેઠક માં કારોબારી સભ્યો દ્વારા કાર્યક્રમ ની રૂપરેખા અને તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણના નવા દ્વાર ખુલશે.સમાજના અગ્રણીઓ આ પ્રસંગને યાદગાર બનાવવા અને વધુમાં વધુ સ્નેહીજનો જોડાય તે માટે આહવાન કર્યું છે.પાટણમાં નિર્માણ પામનાર આ ભવન સમાજની એકતા અને પ્રગતિનું પ્રતીક બનશે.તેવું પ્રમુખ શાંતિભાઈએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!