BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના ઊણ કોલેજ માં “માતૃભાષા’’ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકાના ઊણ કોલેજ માં “માતૃભાષા’’ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકાના ઊણ કોલેજ માં “માતૃભાષા’’ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકાના ઊણ ખાતે આવેલ શ્રી ઉણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત સાયન્સ તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા ‘માતૃભાષા’ મહોત્સવની ઉજવણીની શરૂઆત દીપ પ્રગટયથી કરવામાં આવી હતી.ડૉ.ભાગ્યેશ જહા નો માતૃભાષા મહોત્સવ વિડિયો ક્લિપદ્વારા સંભળાયો હતો. સાયન્સ કોલેજના આચાર્ય મહેશભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કરી મહેમાનોને આવકાર્યા હતા.વક્તા ડૉ.રાજેશ ત્રિવેદીએ ‘હેમયુગ,સુધારકયુગ, સાક્ષરયુગ,ગાંધીયુગ, અનુગાંધીયુગ ના સાહિત્યકરો અને સાહિત્યકારોની કૃતિઓ વિશે વિદ્યાર્થીઓને રસપાન કરાવ્યું હતું.વકતા ડૉ.કલ્યાણ રબારી એ “ગુજરાતી ભાષાનું વ્યાકરણ,ભાષાની ચમત્કૃતિ, લોકસંસ્કૃતિ,લોકસાહિત્ય,તેમજ મા,માતૃભાષા અને માતૃભૂમી વિશે વિદ્યાર્થીઓને ભાથું પિરશી માહિતગાર કર્યા હતા.મુખ્ય અતિથીપદે પ્રહલાદભાઈ ઠક્કર, અતિથિ વિશેષપદે નવીનભાઈ ભોજક,નવીનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ઘટાડે આભાર વિધિ પ્રા.મિત્તલબેન પ્રજપતિએ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સયોજક તરીકે આર્ટ્સ કોલેજના આચાર્ય ભરતજી ઠાકોરે કર્યું હતું.કાર્યક્રમમાં કોલેજના સ્ટાફગણ,વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને આનંદભેર માણ્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!