GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર

 

MORBI:મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર

 

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનને વધુ ગતિશીલ અને મજબૂત બનાવવા વિવિધ હોદ્દાઓ પર નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા હસ્તાક્ષરે જાહેર કરાયેલ યાદી મુજબ જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વિજયભાઈ વાંસદિયા (મોરબી તાલુકો), યોગેન્દ્રસિંહ લખધીરસિંહ જાડા (વાંકાનેર શહેર), નિમેષભાઈ કાપલાલ હડિયલ (મોરબી શહેર), અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ (હળવદ શહેર), ચેતનગીરી યુવરાજગીરી ગોસ્વામી (વાંકાનેર શહેર), કૌશલભાઈ હિરજીભાઈ ચૌહાણ (મોરબી શહેર), રસીકભાઈ પ્રેમજીભાઈ ધાંધલ (વાંકાનેર શહેર) અને મહેશભાઈ લવજીભાઈ લિખિયા (ટંકારા તાલુકો)ની નિમણૂક કરવામાં આવી છે.

મહામંત્રી તરીકે નિમિષભાઈ સામાભાઈ નોરિયા (મોરબી શહેર), તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે (હળવદ શહેર) અને યતુભાઈ ભોપાભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો)ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે જિતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (મોરબી શહેર), પી.બી. જૈન બિપિનભાઈ પરીખ (હળવદ શહેર), દક્ષિણભાઈ જયેશભાઈ ભંડેરીયા (મોરબી તાલુકો), પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી (હળવદ તાલુકો), ગૌરવભાઈ ભુપતભાઈ કુંડરા (વાંકાનેર તાલુકો), કનકભાઈ ઈગરાભાઈ ભુંડેરિયા (ટંકારા તાલુકો), ચંદ્રકાંતભાઈ અરૂણભાઈ હૂંબલ (માળિયા તાલુકો) અને હિતેન્દ્રભાઈ વિજયભાઈ અગ્રાવત (ટંકારા તાલુકો)ની પસંદગી કરવામાં આવી છે.જિલ્લા કોષાધ્યક્ષ તરીકે નીમિષભાઈ કનૈયાલાલ પિંડા (મોરબી શહેર) અને કચેરી મંત્રી તરીકે ભરતભાઈ પોપટભાઈ કોરિયા (મોરબી શહેર)ને જવાબદારી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગમાં વિજયભાઈ માંગરાભાઈ જડેજા (માળિયા તાલુકો), આઈ.ટી. વિભાગમાં પ્રતિકભાઈ રમેશભાઈ પોરિયા (મોરબી તાલુકો) અને મીડિયા વિભાગમાં ભવેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી (ટંકારા તાલુકો)ની નિમણૂક કરવામાં આવી છે.યુવા મોરચામાં પ્રમુખ તરીકે જતીનભાઈ શાંતિલાલ કેવલટિયા (મોરબી શહેર), મહામંત્રી તરીકે સુખદેવભાઈ મેઘજીભાઈ વાઢેર (વાંકાનેર તાલુકો) અને જયદીપભાઈ વિલાસભાઈ રાવલ (હળવદ શહેર)ની નિમણૂક કરવામાં આવી છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે જયશ્રીબેન વિનોદભાઈ સોલંકી (ટંકારા તાલુકો), મહામંત્રી તરીકે પ્રજ્ઞાબેન પ્રસાદસિંહ જાડા (વાંકાનેર શહેર) અને સમાબેન હરીશભાઈ ઠાકર (મોરબી શહેર)ને જવાબદારી સોંપવામાં આવી છે.કિસાન મોરચામાં પ્રમુખ તરીકે ગણપતસિંહ સત્વાસિંહ જાડા (વાંકાનેર તાલુકો), મહામંત્રી તરીકે વાસુદેવભાઈ વાલજીભાઈ સોલંકી (હળવદ તાલુકો) અને રવિભાઈ કાનજીભાઈ પોરિયા (માળિયા તાલુકો)ની પસંદગી કરવામાં આવી છે. ઓબીસી મોરચામાં પ્રમુખ તરીકે કમલેશભાઈ ભીખાભાઈ પરમાર (મોરબી શહેર), મહામંત્રી તરીકે ગજેન્દ્રસિંહ લક્ષ્મણભાઈ ચૌહાણ (વાંકાનેર શહેર) અને સંજયભાઈ કુપાભાઈ પંચાલ (હળવદ તાલુકો)ને નિમણૂક આપવામાં આવી છે.જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું છે કે આ નવી નિમણૂકો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવી આવનારા સમયમાં પક્ષના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!