JAMNAGARLALPUR

કાલાવડમાં “સફળતા નો શંખનાદ નામે ભવ્ય મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં અધિકારી સહિત વાલીગણ ઉપસ્થિતિ રહ્યા.

17 ફેબ્રુઆરી 2026
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે શિક્ષણ અને પ્રેરણાનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. કાલાવડમાં સૌપ્રથમ જેપીએસ સ્કૂલ ખાતે “સફળતા નો શંખનાદ નામે ભવ્ય મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી જીતુભાઈ લીંબાસીયા મુખ્ય ઉપસ્થિતિ તરીકે હાજર રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું. પ્રખ્યાત વક્તા મનિષભાઈ વઘાસીયાના પ્રેરણાદાયક સંબોધનથી વિદ્યાર્થીઓ અને વાલીગણમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.

આ પ્રસંગે 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ઉપપ્રમુખ અભિષેકભાઈ પટવા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, ભૂમિત ડોબરિયા, હિરપરા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી જમનભાઈ તારપરા, મહામંત્રી મીત ફળદુ, મહામંત્રી કિશોર નિમાવત, પ્રફુલભાઈ રાખોલીયા, કાલાવાડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, ભક્તિપ્રકાશ સ્વામી, ગ્રીનલેન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, કાલાવડ ટાઉન ના PI ખોખર સાહેબ તેમજ પોલીસ અધિકારીઓ, કાલાવડ નગરપાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!