WAKANER:વાંકાનેર આર્થિક ભીંસથી કંટાળી સિરામિક ફેક્ટરીમાં શ્રમિક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

WAKANER:વાંકાનેર આર્થિક ભીંસથી કંટાળી સિરામિક ફેક્ટરીમાં શ્રમિક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના એક ૧૯ વર્ષીય શ્રમિક યુવાને આર્થિક તંગીથી કંટાળી જઈ લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાતાવીરડા ગામની સીમમાં આવેલ વરમોરા સિરામિક ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશનો વતની પિયુષ આનંદકુમાર અગ્નિહોત્રી (ઉં.વ. ૧૯) મજૂરી કામ કરતો હતો. પિયુષના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતો હતો. પૈસાની ખેંચ અને ઘરની જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલા આ યુવાને ગઈકાલે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










