MEHSANAVIJAPUR

શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ, વિજાપુર ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી

શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ, વિજાપુર ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થિત શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરી માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માતૃભાષા માનવની ઓળખ અને સંસ્કૃતિનું આધારસ્તંભ છે. પ્રસંગે મહેમાનો અને વક્તાઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વક્તા તરીકે પિલવાઈ કોલેજના ભૂતપૂર્વ ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. યશોધરભાઈ એચ. રાવલે માતૃભાષાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા ભાષા જાળવણીની આવશ્યકતા સમજાવી હતી. બી.એડ. કોલેજના ગુજરાતી વિષયના અધ્યાપક મનસુખભાઈ મારુએ પણ માતૃભાષાની શુદ્ધ જોડણી અને યોગ્ય વાક્યરચનાના મહત્વ અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ જે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું હતું. વિશેષ અતિથિ તરીકે ટ્રસ્ટી બી.કે. પટેલે પણ વિદ્યાર્થીનીઓને માતૃભાષા પ્રત્યે ગૌરવની ભાવના જાળવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ડૉ. પ્રકાશચંદ્ર આર. પંડ્યાએ કર્યું હતું, જ્યારે સંયોજક પ્રો. ડૉ. મહેશભાઈ કટારિયાએ માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!