GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
GGGH માં વધુ એક વખત વહ્યુ માનવતાનું ઝરણુ

જામનગર ખાતે તા. ૧૪/૦૨/૨૬ના રોજ હજ્જમાં જનાર હજ્જયાત્રીઓ માટે રસીકરણનો કાર્યક્રમ રાખેલ, જેમાં જી.જી. હોસ્પિટલના ડોક્ટર પ્રસાદ તથા તેમની પેરા મેડિકલ ટીમે સુંદર કામગીરી બજાવેલ.
હજ કમિટી તરફથી F.T. વકીલ હાજી દાઉદભાઈ સમા તથા A.F.T. વકીલ હમીદભાઈ દેદા તથા નિવૃત પોલીસ એએસઆઇ હાજી મહમદરફીક કે. સમા સેવા સંકલનમાં રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ધાર્મીક યાત્રા માટે જનારાઓનો એક ઉમળકો હોય છે ત્યારે જે બે ત્રણ મહત્વની બાબતો યાત્રા માટે ફરજીયાત હોય છે તેમાંની એક રસીકરણ છે તે માટે જામનગરની વિખ્યાત જી.જી.હોસ્પીટલમાં સુંદર સેવા બજાવનાર કર્મયોગીઓનો સૌ એ આભાર વ્યક્ત કર્યો હતો
_____________________
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,dny (GAU),journalism
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ )
જામનગર
8758659878





