GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ગાંધી સર્કલ રાજકીય ઝંડાઓથી ઢંકાયું? રેલી બાદ પણ સર્કલ પર બેનરો યથાવત્

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ તાલુકામાં તા. 3 ફેબ્રુઆરી 2026ના રોજ Indian National Congress દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દશેરા ટેકરીથી પ્રારંભ થઈ બજાર માર્ગે પસાર થઈ હતી.રેલી દરમિયાન ખેરગામ દશેરા ટેકરી સ્થિત Gandhi Circle ના ફરતે કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા. રેલી પૂર્ણ થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી સર્કલ પરથી ઝંડા દૂર કરવામાં આવ્યા નથી.આ મુદ્દે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જાહેર સ્થળોની નિષ્પક્ષતા અને સૌંદર્ય જળવાઈ રહે તે માટે રાજકીય બેનર-ઝંડા સમયસર દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર સ્થળો કોઈ એક પક્ષની મિલ્કત નથી, તેથી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી ગાંધી સર્કલને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવો જોઈએ.

Back to top button
error: Content is protected !!