DAHODGARBADAGUJARAT

ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટના,ભક્તનું મોત આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું ૨૪ કલાક સારવાર લીધા પછી મોત 

તા.૧૭.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટના,ભક્તનું મોત આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું ૨૪ કલાક સારવાર લીધા પછી મોત

ગરબાડામાં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટનામાં એક ભક્તનું મોત થયું છે. આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.આ ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી. કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી, જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા. આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!