PORBANDARPORBANDAR CITY / TALUKO

પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની શખ્સોની ધરપકડ

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં જોઇન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઈરાની ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ATSને મળેલી બાતમીના આધારે પોરબંદરથી દરિયામાં આશરે 140 નોટિકલ માઇલ દૂર આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘણાં સમયની વોચ રાખ્યા બાદ એક શંકાસ્પદ સ્પીડ બોટને આંતરવામાં આવી હતી. જેમાંથી આશરે 203 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ 203 પેકેટમાં પેક કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, હાલ આ જથ્થાને વધુ તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઓપરેશન દરમિયાન બોટમાં સવાર અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો ઈરાનના કોનારક બંદરથી રવાના થયો હતો અને દરિયાઈ માર્ગે પોરબંદર લાવવામાં આવી રહ્યો હતો. પકડાયેલા શખ્સો બલુચી ભાષા બોલતા હોવાથી તેમની ઊંડી પૂછપરછ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ATSને શંકા છે કે, આ ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતથી પંજાબ તરફ રવાના કરવાનો હતો અને પંજાબથી પણ કેટલાક સ્થાનિક શખ્સો આ સ્મગલિંગ નેટવર્કમાં મદદ કરી રહ્યા હતા.

સ્મગલરો દ્વારા આ વખતે દરિયામાં કોસ્ટગાર્ડની નજરથી બચવા માટે નાની સ્પીડ બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ પોરબંદર અને ઓખાના દરિયાકાંઠેથી ATS દ્વારા બે વખત આવી સ્પીડ બોટ સાથે આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. હાલમાં જપ્ત કરાયેલ મોબાઇલ અને અન્ય ડિવાઇસના ડેટા પરથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા હાજી ફિદાના કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરુ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!