TANKARA ટંકારાના કલ્યાણપર ગામે થયેલ લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક ઈસમને પોલીસે ઝડપી લીધો

TANKARA ટંકારાના કલ્યાણપર ગામે થયેલ લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:એક ઈસમને પોલીસે ઝડપી લીધો
મોરબી: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે થયેલ મોટી ઘરફોડ ચોરીના ગુનાને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના, ગીનીઓ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨૫,૨૧,૮૫૫/- નો ૧૦૦% મુદ્દામાલ રિકવર કર્યો છે.
કલ્યાણપર ગામના રહેવાસી જયંતીલાલ વિરજીભાઇ ઉજરીયાના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. શરૂઆતમાં ૪.૪૫ લાખની ચોરી અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે, બાદમાં ફરિયાદીએ ઘરમાં વધુ તપાસ કરતા અન્ય સોના-ચાંદીની ગીનીઓ અને મોબાઈલ ફોન પણ ચોરાયા હોવાનું સામે આવ્યું હતું.
આ ગુનાની તપાસ દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે કલ્યાણપરનો જ રહેવાસી સોહીલ સતારભાઇ દલ આ ચોરીમાં સંડોવાયેલો છે. પોલીસે તેને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા, પહેલા તો તેણે ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ બાદમાં પોલીસની યુક્તિ-પ્રયુક્તિ સામે તે ભાંગી પડ્યો હતો અને ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીએ છુપાવેલા સ્થળેથી વસ્તુઓ રિકવર કરી છે:સોનું: ૧૪૦ ગ્રામ સોનાની ગીનીઓ (૧૪ નંગ), ૬ તોલાના મંગલસૂત્ર, ૩ તોલાના પાટલા, બુટી અને ઓમ.ચાંદી: આશરે ૧ કિલો ૨૬૫ ગ્રામ ચાંદીના ચોરસા અને ગીનીઓ તેમજ પાયલ.રોકડ: રૂ. ૨,૧૨,૦૦૦/- ની રોકડ રકમ.અન્ય: એક મોબાઈલ ફોન કુલ રૂ. ૨૫.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












