BANASKANTHAGUJARATPALANPUR

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બાળકો દ્વારા શિવાજી જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

18 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બાળકો દ્વારા તારીખ: ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ શિવાજી જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.મુઘલ સામ્રાજ્ય પર વિજય મેળવનાર ભારતના વીર સપૂત એવા કે, જે એક સેનાપતિના સંતાન હોવા છતાં પોતાના બાહુબળ તેમ જ કુશાગ્ર બુદ્ધિથી, ધાર્મિકતા જેવા ગુણો થી હિન્દુ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર વીર યોદ્ધા એવા મહારાજા છત્રપતિ શિવાજી ની જન્મ જયંતી ઉત્સાહથી ઉજવવામાં આવી.
શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે તેમના શોર્ય, રાજનીતિ ,ઇતિહાસ તેમજ તેમના ઉછેરમાં માતા જીજાબાઇ એ આપેલ અમૂલ્ય ફાળો વગેરે જેવા વિષય ઉપર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
જ્યાં સુધી હિન્દુ સામ્રાજ્ય હશે ત્યાં સુધી ભગવો લહેરાતો રહેશે આ પંક્તિને સાર્થક કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિવાજી મહારાજ ના જીવન ઉપર આધારિત નાનકડું નાટક ભજવ્યું હતું.
આ સંપૂર્ણ કાર્યક્રમ સ્વસ્તિક સંકુલના પ્રમુખ શ્રી આર એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય હેતલબેન રાવલ એ કર્યું હતું .સમગ્ર સ્થાપના સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!