GUJARAT
ડાંગ જિલ્લા આહવાના સાઇબર પોલીસ દ્વારા લશ્કરિયા હાટ બજારમાં સાઇબર જાગૃતિ સાથે પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*લોકોને સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો વિશે માહિતી આપી જાગૃત રહેવા સુચન *
ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા સાઇબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી મહેશભાઇ જી. ઢોઢીયા અને તેઓની ટીમ દ્વારા ગત રોજ લશ્કરિયા હાટ બજારમાં લોકોને સાઇબર ક્રાઇમ વિશે જાગૃત કરી માહિતીપ્રદ પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ કર્યું હતું.
હાટ બજારમાં ઉપસ્થિત લોકોને પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમના વિવિધ પ્રકારો જેમાં ફિસીંગ, ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ કોલ, ડેટા પ્રાઇવસી, સોસિયલ મિડીયા તથા મોબાઇલ સેફ્ટી, ડિજીટલ પેમેન્ટ અને ઓનલાઇન બેંકીગ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમ રીપોર્ટીંગની પ્રક્રિયા (1930 Helpline / Portal) અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સચેત રહેવા જણાવ્યું હતું.




