MORBI:મોરબીના રફાળેશ્વર મેળામાં બે ભાઈઓ પર સામાન્ય મસ્તી બાબતે ચાર શખ્સોએ હુમલો કર્યો

MORBI:મોરબીના રફાળેશ્વર મેળામાં બે ભાઈઓ પર સામાન્ય મસ્તી બાબતે ચાર શખ્સોએ હુમલો કર્યો
મોરબી: તહેવારોના માહોલમાં મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વરના મેળામાં હિંસક ઘટના સામે આવી છે. મેળાની મજા માણવા ગયેલા મકનસર ગામના બે ભાઈઓ પર સામાન્ય મસ્તી બાબતે ચાર શખ્સોએ હુમલો કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (ઉ.વ. ૨૪) અને તેમનો ભાઈ ખુશાલ રફાળેશ્વરના મેળામાં ગયા હતા. મેળા દરમિયાન આરોપીઓ સાથે કોઈ બાબતે મસ્તી થતા મામલો બિચક્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને રવિભાઈ અને તેમના ભાઈને જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હતો.
મારપીટ દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રહેલી છરી કાઢીને બંને ભાઈઓને બતાવી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે રવિભાઈ નંદેસરીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચે મુજબના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:રવિ (રહે. મકનસર), સાવન (રહે. મકનસર) અન્ય બે અજાણ્યા શખ્સો પોલીસે આ શખ્સો વિરુદ્ધ મારપીટ તેમજ હથિયારબંધી જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેળા જેવા જાહેર સ્થળે છરી જેવા હથિયારો સાથે રાખી આતંક મચાવનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.








