GUJARATKUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે તરુણ વયની વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય તેમજ સ્વાસ્થ્ય વિજ્ઞાન અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૬ જુલાઈ : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા મધ્યે કન્યા કેળવણીના ભાગરુપે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી તરુણ વયની તમામ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન શરમ કે સંકોચ રાખ્યા વિના સ્વાસ્થ્ય તેમજ સ્વાસ્થ્ય વિજ્ઞાનને ધ્યાને લઈ શારીરિક સ્વચ્છતા જાળવવા અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓને જાળવી રાખવા માટે શાળાની શિક્ષિકા બહેનો અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ, ભૂમિબેન વોરા અને બી.એડ. કોલેજ તાલીમાર્થી સાવિત્રીબેન નઝાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન સહ સમજણ આપવામાં આવેલ હતી. વિદ્યાર્થીનીઓને માસિક ધર્મના સમય દરમિયાન ઉદ્દભવતી સમસ્યા અને તેના ઉપાય તેમજ સ્વચ્છતાની જાળવણી અંગે જરૂરી સૂચનો શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવેલ હતા. સાથે સાથે વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા સંદર્ભે સેનેટરી પેડનો ઉપયોગ, તેના ફાયદા અને સેનેટરી પેડના યોગ્ય નિકાલ અંગે પણ જાણકારી આપવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય અંગે મૂંઝવતા પ્રશ્નોનું શાળાની શિક્ષિકા બહેનો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!