પવિત્ર રમઝાન માસનો ગુરુવારથી પ્રારંભ.કાલોલ સહિત તાલુકાની તમામ મસ્જીદો નમાઝીઓથી હાઉસ ફુલ..

તારીખ ૧૯/૦૨/૨૦૨૬
આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર રમઝાન એવા બરકતી માસનો પ્રારંભ થયો છે. ત્યારે ખુદાતાલાની ઈબાદત અને રોજા રાખી ઉપવાસ શરૂ થતાં જ મસ્જીદો નમાઝીઓથી ઉભરાઈ ગઇ છે. ઈસ્લામમાં પવિત્ર મહિનો એટલે રમજાન ઇસ્લામ કેલેન્ડર ચંદ્રની ચાલ પ્રમાણે આવે છે એ મુજબ ફેબ્રુઆરી ની ૧૯ તારીખથી રમઝાન મહિનાનો પ્રારંભ થતાં મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં વ્યસ્ત બન્યા છે.રમજાન માસનું ઇસ્લામમાં અનેરૂ મહત્વ છે. આખો મહિનો અલ્લાહની બંદગી અને નેકીની દોલત કમાવવાનો છે ત્યારે મંગળવારથી રમઝાન માસનો પ્રારંભ થતાં કાલોલ સહિત વેજલપુર, બોરુ, મલાવ અને એરાલ ગામના મુસ્લિમ બિરાદરોએ રોજા રાખવાની શરૂઆત કરી છે. વહેલી સવારના રોજા રાખતી વખતના સમયને શહેરી અને રોજા ખોલતી વખતનાં સમયને ઇકતારી કહેવામાં આવે છે. ચંદ્રની કળા મુજબ રમઝાન ૨૯ અથવા ૩૦ દિવસનો હોય છે. આખો મહિનો ઉપવાસ દરમિયાન કશું જ ખાવાની અને પાણી પણ પીવાની મનાઈ હોય છે રોજા રાખ્યા પાછળનો મુખ્ય હેતુ એ હોય છે શરીરને તપવા દેવું જે રેતી અને પથ્થર સૂર્યના કિરણો સામે ટકી રહે છે.એ જ રીતે રમઝાન મહિનામાં રોજાના આકરા ઉપવાસ કરીને મુસ્લિમ બિરાદરો અલ્લાહ પ્રત્યેના ઈમાન ને વધારે મજબૂત કરે છે રોઝાના સમયે શારીરિક રીતે ઉપવાસ કરીને શરીરની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવીને અલ્લાહના નામ સ્મરણ અને બંદગીમાં મશગુલ બનવાનું હોય છે અહીં માત્ર ખાવા પીવા ઉપર જ નહિ જ્યારે નોકરીના સમયે નોકરી પર હાજર થવાનું હોય છે અને ધંધો રોજગારને પણ રોજીંદુ સંભાળવાનું હોય છે. ઇસ્લામ એક આદેશાત્મક ધર્મ છે.એટલે એમાં માનનારા માટે અનેક આદેશો કરાય છે અને દિવસમાં પાંચ ટાઈમ નમાજ પડવાનો આદેશ ફરજિયાત છે.જ્યારે આ મહિનામાં ગરીબો કે દુઃખીને છૂટા હાથે મદદ કરવાનો આદેશ પણ ઇસ્લામમાં આપવામાં આવ્યો છે.







