GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સમારોહ અંતર્ગત ત્રિસ્તરીય સંશોધન પત્ર મૂલ્યાંકન સ્પર્ધાનું આયોજન કરવામાં.

 

તારીખ ૧૯/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સમારોહ – ૨૦૨૬’ અંતર્ગત ત્રિસ્તરીય સંશોધન પત્ર (Research Paper) મૂલ્યાંકન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ‘સીનિયર પ્રોફેસર’ શ્રેણીમાં મારા દ્વારા પ્રસ્તુત સંશોધન પત્રને અખિલ ભારતીય સ્તરે ‘મહર્ષિ દયાનંદ રાષ્ટ્રીય શોધ એવોર્ડ’ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે.આ એવોર્ડ માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરૂં પાડવા બદલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના માનનીય કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયા અને કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપલબ્ધિનો શ્રેય તેમના જીવનનિર્માતા પૂજ્ય ગુરુદેવ સ્વામી વિવેકાનંદ સરસ્વતીજી તેમજ તેમના પરમ પૂજ્ય માતા-પિતાને અર્પણ કર્યું છે આ અવસર પ્રદાન કરવા બદલ અનુસ્નાતક સંસ્કૃત વિભાગ – રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!