GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૨.૨૦૨૬

હાલોલ શહેરના ચોક્સી બજાર ખાતે બુધવારના રોજ રાત્રિના સમયે શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર, કંકરોલીના વર્તમાન વલ્લભાચાર્યજીના તુતિય પીઠના યુવરાજ પ .પૂ.વેદાંતકુમાર મહોદયશ્રી ની ઉપસ્થિટીમા ફુલ ફાગ હોળી રશિયાનો મહોત્સવ ઉજવાયો હતો.આ કાર્યક્રમમાં હાલોલ છગન મગન લાલજી મંદિર ના કીર્તન કરો દ્વારા ફાગ રસિયાની રમઝટ બોલાવી હતી જેને લઇ ઉપસ્થિત કાંકરોલી યુવરાજ પણ આનંદીત થઇ ગયા હતા.જ્યારે શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હાલોલના આંગણે ખૂબજ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજબાજુના ગામો ના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ગાન નો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!