
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ માટે ગૌરવનો ક્ષણ – કોમર્સ અને સાયન્સ કોલેજને મંજૂરી
બાયડ: બાયડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ગૌરવનો ક્ષણ સર્જાયો છે. વર્ષ 2017-18થી સતત રજૂઆત અને દૃઢ માંગણીના પરિણામે રાજ્ય સરકાર દ્વારા બાયડ ખાતે કોમર્સ અને સાયન્સ કોલેજને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી હવે બાયડ તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર શહેરોમાં જવાની જરૂર નહીં રહે. પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થવાથી સમય, ખર્ચ અને અન્ય મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગ્રામ્ય પ્રતિભાને હવે યોગ્ય મંચ મળશે અને શિક્ષણ ક્ષેત્રે વિકાસનો નવો અધ્યાય શરૂ થશે.વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક સ્તરે કોલેજ શરૂ થવાથી શિક્ષણ સાથે રોજગાર અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. સમગ્ર મતવિસ્તાર માટે આ નિર્ણય ગૌરવ અને પ્રગતિનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.સાથે સાથે, માલપુર તાલુકાના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ત્યાં પણ માંગણી મુજબ આર્ટ્સ અને કોમર્સ કોલેજને વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ વિનમ્ર વિનંતી કરવામાં આવી છે.શિક્ષણ વિકાસનો આધારસ્તંભ છે. મતવિસ્તારના દરેક યુવાનને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.





