દાહોદ તાલુકાના ચંદવાણા ગામની સરકારી ચંદવાણા ડામોર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોને જોખમી પત્થર ઉપાડીને મજુરી કરાવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવવા લઇ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર પાઠવ્યું

તા.૨૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ચંદવાણા ગામની સરકારી ચંદવાણા ડામોર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોને જોખમી પત્થર ઉપાડીને મજુરી કરાવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવવા લઇ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર વિશિષ્ટ બજેટો, યોજનાઓ બનાવીને આદિવાસી વિસ્તારના કલ્યાણ, તેમજ શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ સુધારવા માટે કરોડો રૂપિયા ફાળવે છે. છતાં આજે પણ આદિવાસી વિસ્તારના કલ્યાણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓની કથળતી હાલત જોઈને ખુબ જ દુઃખ અનુભવાય છે હાલમાં સોસીયલ મીડિયાના માધ્યમ થકી જાણેલ હતું કે, દાહોદ તાલુકાના ચંદવાણા ગામની એક સરકારી પ્રાથમિક શાળાના ગરીબ આદિવાસી બાળકોને શાળાના જ શિક્ષકો દ્વારા જોખમી તેમજ ગંભીર ઈજાઓ પહોંચાડી શકે તેવા વજનવાળા પત્થરો ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાનું મજુરીકામ કરાવવામાં આવી હતી બાળકોને શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં રોજીંદા જીવન જીવવામાં ઉપયોગી બને તેવા કાર્યો, પ્રવૃતિઓ કરાવવી પણ તેટલીજ જરૂરી છે જેટલું શિક્ષણ જરૂરી છે. પરંતુ અહીં નાના નાના પ્રાથમિક શાળાના બાળકોને તેઓની ક્ષમતા કરતા વધારે ભારી ભરકમ વજન વાળા ગંભીર ઈજાઓ પહોંચાડી શકે તેવા પત્થરો ઉપાડવાનું જોખમી મજુરીકામ કરાવવામાં આવ્યું તે ઘટના આપણા સૌ માટે શરમજનક ઘટના કહી શક્યા છે સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ અને સાંભળી શકાય છે કે, બાળકના કોમળ હાથ આ પત્થર ઊંચકીને કેટલા કઠણ અને સુજેલા તેમજ હાથ ઉપર છાલા પડેલા ગયા હતા અને બાળકોને કામ કરાવ્યું તેમ પૂછતા તેઓ પણ જણાવી રહ્યા કે ત્રણ દિવસ કામ કરાવ્યું. શિક્ષક આચાર્ય બાળક ઉપર ભડકીને બોલી રહ્યા હતા કે, તારો હાથ પત્થરથી આવો થયો છે. ત્યારે બાળક પણ કહે છે કે હા, શિક્ષક એવું પણ કહી રહ્યા છે કે, ભણશે પણ ખરા અને કામ પણ કરશે, બધું જ કામ કરશે, આચાર્ય શિક્ષક વિડીયો ઉતારનાર વ્યક્તિને એવું પણ કહે છે કે, જા તું ડી.ડી.ઓ (DDO) ને ફરિયાદ કર હું ડી.ડી.ઓ (DDO) ને જાતે અહી બોલાવું છું. આ ઘટનાનો વિડીયો ઉતારનાર વ્યક્તિને પણ ધમકાવવાનો પ્રયત્ન અને મોબાઈલ ઝુંટવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આવી ઘટનાઓમાં જો જિલ્લાનું તંત્ર કડક માં કડક પગલા નહિ ભરે તો મોટાભાગે એવું બને છે કે, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ તેમના મળિતયાઓ કે જે આવા કાર્યોને પ્રોત્સાહન આપે છે. તેઓ સાથે રહીને શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકો તેમજ વાલીઓને એનકેન પ્રકારે વિવિધ માધ્યમોથી દબાણ કરીને આવી ઘટનાઓને દબાવી દેવામાં સફળતા મેળવી લે છે. અને અંતે વાલીઓ તેમજ બાળકો વિદ્યાર્થીઓના નિવેદનો લઈને પણ તંત્રને તપાસ કરતા કોઈપણ પ્રકારના તટસ્થ સચોટ પુરાવાઓ મળી આવતા નથી. અને તપાસનું કાર્ય ન્યાય અને અન્યાય ની વચ્ચે ઝૂલતું જઈને પૂર્ણ થાય છે આપ સાહેબ ઉપર વિશ્વાસ છે કે, આ ઘટનાની ગંભીરતા જોઇને ભારતના બંધારણની કલમ ૨૪ તેમજ ભારતીય કાયદા મુજબ અને આવી ઘટનાઓના કાયદાઓને લગતા વખતો વખતના બહાર પાડેલ ભારત ના રાજપત્ર(THE GAZETTE OF INDIA), તેમજ THE GUJARAT GOVERNMENT GAZETTE માં દર્શાવ્યા મુજબના કાયદાઓ અને નિયમો મુજબ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કોઈપણ પ્રકારનું મજુરી કામ કરાવવું કે કોઈ પ્રક્રિયામાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તે ગુનો બને છે. આ માટે બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ પણ અમલમાં છે. અને ૧૪ થી ૧૮ વર્ષની વયના કિશોરોને જોખમી કામો કરાવી શકાતા નથી. બાળ મજુરી કરાવનારને જેલ અને દંડ અથવા બંને થઇ શકે છે. તેવી કાયદાકીય બાબતોની માહિતીથી આપ વધુ વાકેફ હશો.આ કિસ્સામાં આપ સાહેબ એવો દાખલો બેસાડો કે, આ સરકારી શાળાના આચાર્ય, શિક્ષકગણ તો શું? પરંતુ આસપાસની તેમજ તાલુકા જિલ્લા અને સમગ્ર રાજ્ય કે ભારત દેશની કોઈ પણ સરકારી અથવા ખાનગી શાળામાં આવો ગુનો કરે તો દાહોદ જિલ્લામાં થયેલી કાયદેસરની કાર્યવાહીને યાદ કરે




