GUJARATKUTCHMANDAVI

મસ્કા ખાતે દીકરી જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ ઓગસ્ટ : બેટી બચાવો બેટી પઢાવો યોજનાના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવા તથા દીકરીના જન્મને સમાજમાં ગૌરવભેર આવકારવા માટે “દીકરી જન્મોત્સવ”ની અનોખી પહેલ કરવામાં આવેલ.આ પ્રસંગે માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા ગામમાં નવજાત દીકરીના ઘરે વાજતે-ગાજતે છાબ લઈને ફૂલેકું કાઢવામાં આવેલ હતું.માન.ધારાસભ્યશ્રી દ્વારા દિકરીના ઘરના ઉબરે આશોપાલવ તોરણ બાંધી દીકરીનું કંકુ ચોખા વડે પૂજન કરવામાં આવેલ અને પરિવારજનોને દીકરીના જન્મનીશુભેચ્છાઓ પાઠવી. દીકરીના જન્મને આનંદના અવસર તરીકે ઉજવી સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અને ગૌરવપૂર્ણ અભિગમ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગેમસ્કા ગામમાં નવતર જન્મેલ દીકરીઓને “દીકરી વધામણા કીટ”અર્પણ કરવામાં આવી હતી..સદર કાર્યક્રમમાંમસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્યશ્રીશિલ્પાબેન ગોર તથા તાલુકા પંચાયત સદય કિર્તીભાઈ ગોર ,જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતાં.દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ અને દીકરીને ગૌરવભેર વધાવીએતેવાસંદેશસાથે યોજાયેલ આ દીકરી જન્મોત્સવ સમાજ માટે પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!