THARADVAV-THARAD

કરબુણના યુવાનના મોત મામલે પરિવારની શંકા: “આ માત્ર અકસ્માત નહીં, સત્ય બહાર લાવો”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ પંથકમાં 18 તારીખની મધરાતે આશરે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં દારૂ ભરેલી ક્રેટા કાર સાથે પિલુડા કરબુણ રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જેમાં કરબુણ ગામના યુવાન પીન્ટુભાઈ ભીલનું પણ કરુણ અવસાન થયું હતું ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક સાથે અનેક શંકા કુશંકાઓ ની ચર્ચાઓ વહેતી થઈ છે મૃતક યુવાનના પરિવારજનોએ અકસ્માત અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે પરિવારજનોના જણાવ્યા મુજબ રોડ ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે ક્રેટા કારની પાછળ એક એન્ગલવાળી સ્કોર્પિયો કાર પીછો કરતી આવતી જોવા મળી હોવાની માહિતી મળી રહી છે પરિવારના આક્ષેપ મુજબ પાછળથી આવતી આ શંકાસ્પદ સ્કોર્પિયો કાર દ્વારા ક્રેટા ગાડીના પાછળના ભાગે ટક્કર મારવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી

પરિવારના જણાવ્યા મુજબ અકસ્માત બાદ જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આસપાસ હાજર લોકોએ પણ પાછળ એક ગાડી હોવાની અને અકસ્માત પછી તે ગાડી લાઈટ બંધ કરીને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હોવાની ચર્ચાઓ કરી હતી મૃતક યુવાનના પિતા રગનાથભાઈ માવજીભાઈ ભીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ઘટના માત્ર સામાન્ય અકસ્માત નહીં પરંતુ શંકાસ્પદ પરિસ્થિતિમાં બની હોવાનું લાગી રહ્યું છે તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ તંત્રને અપીલ કરવામાં આવી છે કે સીસીટીવી ફૂટેજ તથા અન્ય તકનિકી પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાને લઈને પંથકમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી

 

Back to top button
error: Content is protected !!