
વિજાપુર પિલવાઈ ખાતે શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજનો 33મો સમૂહલગ્નોત્સવ સફળતાપૂર્વક સંપન્ન 20 જોડાઓએ પ્રભુતા ના પગલાં પાડયા
વિજાપુર પિલવાઈ ખાતે 33મો સમૂહલગ્નોત્સવ સફળતાપૂર્વક સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ મુકામે આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ ભુવન ખાતે શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત 33મો સમૂહલગ્નોત્સવ ધાર્મિક માહોલમાં સામાજીક પરંપરાગત એકતા સાથે યોજાયો હતો સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૫ના રોજ યોજાયેલા આ શુભ દિવસે યોજાયેલા સમુહલગ્ન ઉત્સવ માં 20 જેટલા વર-કન્યાઓના જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ), મંત્રી મુકુંદકુમાર પ્રજાપતિ (સ્ટેમ્પ વેન્ડર) તેમજ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વર-કન્યાના માતા-પિતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ધાર્મિક વિધિપૂર્વક પૂર્ણ થયો હતો.
કાર્યક્રમની શરૂઆત સામાજીક રીત રીવાજ મુજબ ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ વિધિથી કરવામાં આવી હતી.તેમજ જાન આગમન હસ્તમેળાપ વિધિ અને ત્યારબાદ ભોજન સમારંભ યોજાયો હતો. બપોરે સત્કાર સમારંભ યોજાઈ નવદંપતિઓને આશીર્વાદ પાઠવાયા હતા. સમાજના દાતા ઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવ સૌહાર્દ, એકતા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થયો હતો. જાન વિદાય સાથે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.





