GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં આયશા શેખ,રિદા ફાતેમા, મોહમંદ હસનેન, મોહમંદ તાહા અને એરાલ ગામે રહેતી અલ્ફિના શેખ એ રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૨.૨૦૨૬

હાલોલ નગરના રહીમ કોલોની હુશેની ખાતે રહેતી ૬ વર્ષીય આયેશા એજાઝહુસૈન શેખ,મોહમંદ સ્ટ્રીટ ખાતે રહેતી ૯ વર્ષીય રીદા ફાતેમા ઇનાયત દાઢી,લીમડી ફળિયા ખાતે રહેતો ૭ વર્ષીય મોહમંદ હસનેન તુંફેલ દેલોલીયા,એરાલ ગામે રહેતી ૬ વર્ષીય અલ્ફીના આમીન શેખ તેમજ બાસ્કા ગામે રહેતો ૬ વર્ષીય મોહમંદ તાહા ઈરફાન શેખ આ તમામ નાના ભૂલકાંઓએ પોતાની જિંદગીનો રમજાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. ત્યારે હાલોલ નગર સહિત આજુબાજુના ગામોમાં રહેતા નાના ભૂલકાઓ પણ પોતાની જિંદગીનો રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!