BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ પોલીસના પી.આઈ.નો બાળકો પ્રત્યે લાગણીસભર સ્પર્શ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી Happy Heart Pre School નું તા.16 નવેમ્બર 2025 ના રોજ શાળાનું વિધિવત રિબન કટીંગ કરી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.એસ.વણઝારા સાહેબે શાળાની મુલાકાત લીધી હતી. તેમની હાજરીથી નાનકડા બાળકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પી.આઈ. સાહેબે બાળકો સાથે આત્મીય વાતચીત કરી, હાસ્યવિનોદ કર્યો તેમજ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મુલાકાત દરમિયાન શાળાના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપાલ આરીફા મેવાવાલા તથા શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીના માનવતાભર્યા અભિગમને શાળાના સ્ટાફ અને વાલીઓએ ખુબ વખાણ્યો હતો.

પી.આઈ. વણઝારા સાહેબની આ મુલાકાત બાળકો માટે પ્રેરણારૂપ બની રહી હતી અને પોલીસ પ્રત્યે વિશ્વાસ અને લાગણીનો સંદેશ આપતી બની હતી.

Back to top button
error: Content is protected !!