GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ MGS હાઇસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.

તારીખ ૨૩/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત એમજીએસ હાઇસ્કૂલ ખાતે એસ.એસ.સી. સાથે એચએસસી બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ-10 અને 12 વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધી એમજીએસ હાઇસ્કૂલના આચાર્ય કે.પી. પટેલ અને હાઇસ્કૂલના સુપરવાઈઝર વી.એમ.ચૌહાણ સહિત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.








