BAYADGUJARAT

બાયડ તાલુકામાં નકલી દૂધના મોટા નેટવર્કનો પર્દાફાશ: બે વ્યક્તિઓ દ્વારા ચાર મંડળીઓમાં ભરાતું રોજનું 8 લાખનું દૂધ શંકાના દાયરામાં

મળતી માહિતી અનુસાર બે જ વ્યક્તિઓ દ્વારા આમોદરા દૂધ મંડળી, બોરડી આદર્શ દૂધ મંડળી, તાલોદ દૂધ મંડળી તેમજ પીપોદરા દૂધ મંડળીમાં રોજનું આઠ લાખ રૂપિયા જેટલી મતદાર રકમનું દૂધ ભરવામાં આવતું હતું જે શંકા ઉપજાવે તેવું છે આટલા મોટા પ્રમાણમાં દૂધ ભરવા માટે સંખ્યામાં પશુ તેમજ મોટા પાયે તબેલા ની સગવડ હોવી જોઈએ એવું સ્થળ ઉપર છે જ નહીં તું આટલા મોટા પ્રમાણમાં આ બે વ્યક્તિઓ દૂધ કઈ રીતે ભરતા હતા? એ પણ તપાસનો વિષય છે

કિરીટ પટેલ બાયડ

બાયડ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધનું મોટું નેટવર્ક સક્રિય હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બે શખ્સો દ્વારા ચાર જેટલી દૂધ મંડળીઓમાં દૈનિક અંદાજે ₹8 લાખ જેટલી માતબર રકમનું દૂધ ભરવામાં આવતું હતું. યુવરાજસિંહ જાડેજા દ્વારા પકડવામાં આવેલ નકલી દૂધના ટેન્કર આ ચાર મંડળીઓમાં ઠાલવવામાં આવતું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે આ દૂધ નકલી હોવાની પ્રબળ શંકાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આવા તત્વોને ખુલ્લા પાડીને કડકમાં કડક સજા થવી જોઈએ એવી લોકમાગ ઉઠી રહી છે
તપાસના દાયરામાં આવેલી મુખ્ય મંડળીઓ
ચર્ચાઈ રહેલી વિગતો મુજબ, આ શંકાસ્પદ દૂધ નીચે મુજબની મંડળીઓમાં જમા કરાવવામાં આવતું હતું:
તાલોદ ડેરી
બોરડી આદર્શ દૂધ મંડળી
આમોદરા દૂધ મંડળી
પીપોદરા દૂધ મંડળી (સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલનું વતન)
શીત કેન્દ્ર (ચિલિંગ સેન્ટર) ની ભૂમિકા સામે સવાલો
સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોની મંડળીઓમાં કડક ટેસ્ટિંગ વગર દૂધ સ્વીકારવામાં આવતું નથી, ત્યારે આટલા મોટા જથ્થામાં નકલી દૂધ કેવી રીતે પાસ થઈ ગયું તે એક ગંભીર પ્રશ્ન છે. આ કૌભાંડમાં અરજણવાવ ખાતે આવેલ શીત કેન્દ્રના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે.
“જ્યારે સામાન્ય પશુપાલકના દૂધનું સેમ્પલ લેવામાં આવતું હોય, ત્યારે આટલું મોટું નેટવર્ક ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી કેવી રીતે બચી ગયું? શું આમાં કોઈ મિલીભગત છે?”
આ દૂધના જથ્થા પાછળ કયા કેમિકલ કે પદાર્થોનો ઉપયોગ થતો હતો અને આ આર્થિક વ્યવહારોના તાર ક્યાં જોડાયેલા છે, તેની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠી છે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓના ગામની મંડળીઓમાં પણ આવું દૂધ ભરાતું હોવાની વાત વહેતી થતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો આ કૌભાંડમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!