AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુએ વારાણસીથી ભાવભર્યા સંદેશ સાથે ક્ષેમકુશળ પુછ્યા

કાશીમાં કોટી રૂદ્ર મહાયજ્ઞમા હાલારના શિવભક્તોને ફળદુ સાહેબએ બિરદાવ્યા.

એડવોકેટ જાગૃતિ વ્યાસ ટીમ સાથે સોમનાથ પહોંચ્યા

 

જામનગર (ભરત ભોગાયતા)

 

 

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ભારતના નેજા હેઠળ એક સાથે દેશમાં બાર જ્યોર્તિલીંગની પાવન નિશ્રામાં કોટી રૂદ્ર મહાયજ્ઞનું વિશ્ર્વભરમાં યુટ્યુબ ચેનલ પરથી જીવંત પ્રસારણ થઇ રહ્યુ છે ત્યારે સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુ વારાણસી કોટી રૂદ્ર યજ્ઞમાં પહોંચ્યા અને શિવભક્તોને બિરદાવ્યા હતા તેમજ આયોજક હર્ષદભાઇ વ્યાસના આ આયોજનને દૈવત્વનુ આયોજન ગણાવ્યુ હતુ


સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ભારતના નેજા હેઠળના એક સાથે દેશમાં બાર જ્યોર્તિલીંગની પાવન નિશ્રામાં યોજાયેલા આ કોટી રૂદ્ર મહાયજ્ઞનું વિશ્ર્વભરમાં યુટ્યુબ ચેનલ પરથી જીવંત પ્રસારણ થઇ રહ્યુ છે

 

જામનગના શિવભક્ત હર્ષદભાઇ વ્યાસે તેમના દિવ્ય ચક્ષુથી ભવ્ય આધ્યાત્મિક આયોજન કર્યુ છે જે અ્તર્ગત દેશના બાર જ્યોતિર્લિંગોમાં એકસાથે “કોટી રુદ્ર મહાયજ્ઞ” સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ભારતના નેજા હેઠળ થયુ છે જે અંતર્ગત ઐતિહાસિક “દ્વાદશ જ્યોતિર્લિંગ ” કોટી રુદ્ર મહાયજ્ઞ”ની યજ્ઞમાળા આયોજન કરવામાં આવી છે. આ પવિત્ર પ્રસંગ અંતર્ગત દેશના બારેય પવિત્ર જ્યોતિર્લિંગ સ્થળોએ ૧૯મી ફેબ્રુઆરીથી ૨૭મી ફેબ્રુઆરી સુધી એકસાથે કુલ ૧૦૮ કુંડનો હોમ યજ્ઞ યોજાઈ રહ્યો છે.


સંસ્થાના અધ્યક્ષ તથા મુખ્ય આયોજક હર્ષદભાઈ જી. વ્યાસ (હાપા-જામનગર) છે. ગુજરાત રાજ્યમાં સોમનાથ જ્યોતિર્લીંગ અને દેવભૂમિ દ્વારકામાં આવેલા નાગેશ્ર્વર જ્યોર્તિલીંગના અને બાકીના દસ જ્યોતિર્લિંગો ગુજરાત બહાર આવેલ છે તેમ મળી આ રીતે કુલ બાર જ્યોતિર્લિંગો થાય છે. દરેક જ્યોતિર્લિંગ ખાતે નવ કુંડનો યજ્ઞ યોજાઇ રહ્યો છે.
આ સમગ્ર યજ્ઞમાળાનું મુખ્ય કેન્દ્ર દેવભૂમિ દ્વારકા નજીક આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગના પ્રાંગણમાં રહેશે. યજ્ઞમાળાનું ઉદ્ઘાટન ત્ર્યંબકમ જ્યોર્તિલીંગથી ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ જ્યારે દીપ પ્રજ્વલન વિધિ રામેશ્ર્વરમથી ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુ દ્વારા કરવામાં આવી હતી
સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર શ્રી બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર ચેનલ મારફતે સમગ્ર વિશ્ર્વમાં લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે. બારેય જ્યોતિર્લિંગોમાં પૂજન અને કોટી રુદ્ર યજ્ઞ માટે મુખ્ય આચાર્ય તરીકે સરસિયા-ધારીના આચાર્ય અનિરુદ્ધભાઈ ઠાકર સેવા આપે છે.

આ દિવ્ય સમયગાળા દરમ્યાન દરેક બાર જ્યોર્તિલીંગમાં મહાયજ્ઞોના દર્શન કરવાના ભગીરથ સંકલ્પ સાથે રામેશ્ર્વરમથી પ્રારંભ કરીને બીજા જ્યોર્તિલીંગોના સ્થળે દર્શન કરીને આર.સી.ફળદુ વારાણસી વિશ્ર્વનાથ મહાદેવના સાન્નિધ્યમાં કોટી રૂદ્ર મહાયજ્ઞના સ્થળે પહોંચ્યા હતા તેમજ મહાયજ્ઞમાં આહુતિઓ પણ આપી હતી.બાદમાં આ સ્થળે શિવભક્ત ભાઇઓ બહેનો જે જામનગરથી ત્યા નવ દિવસ માટે સદિવ આરાધના માટે પહોંચ્યા છે તેમને ટુંકુ પરંતુ ભાવસભર સંબોધન કર્યુ હતુ અને છેક જામનગરથી સૌ પોત પોતાના વ્યવસાય, ઘર, વ્યસ્તતા અને સામાજીક પ્રસંગો છોડીને અહી આવ્યા છે તે સૌ ને બિરદાવ્યા હતા.ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ કે ગુજરાત સરકારના પુર્વ કેબીનેટ મંત્રી કે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય કે અન્ય કોઇ ઓળખાણને બદલે તેઓ હંમેશા સેવક કહેવડાવવા જ માને છે અને સ્વાધ્યાય પરીવાર દ્વારા ઘેર ઘેર ત્રિકાળ સંધ્યા પહોંચાડવાનુ કાર્ય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની માનવમુલ્યો સાથેની સુંદર અને શિસ્ત સભર ઉજવણીઓ હોય કે શ્રીરામ નવમી કે મહાશિવરાત્રી આસો નવરાત્રીની કે ચૈત્રી નવરાત્રી સહિત વર્ષની ચારેય નવરાત્રીમાં શક્તિ સાધના હોય કે શ્રીકૃષ્ણના વિધ વિધ સ્વરૂપોના દર્શન સહ આરાધના હોય કે હાલારના ખીજડા મંદિર ,આણંદાબાવા આશ્રમ કબીર આશ્રમ કે મોટી હવેલી શ્રી મહાપ્રભુજીની બેઠક કે શ્રી બાલાહનુમાન સ્કીર્તન મંદિર કે સુપ્રસિદ્ધ શિવાલયો સહિતના ધર્મ સાથે દિવ્ય કર્મના સમન્વય કરતી સંસ્થાઓના આદભૂત સેવાકાર્યો હોય એ દરેકમા પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપી આસ્થા સાથે દર્શનપુજન કરતા હોય છે સરાહના કરતા હોય છે અને હંમેશા જમીનીસ્તરથી જનસેવાના અવિરત પાંચ દાયકા જેટલા સમયથી સાદગીની સોડમ પ્રસરાવતા રણછોડભાઇ ફળદુ સૌ સાથે આત્મીયતા ધરાવે છે એ જ આત્મીયતાથી તેઓએ સૌ શિવભક્તોને આ દેૈવત્વ પ્રસરાવતા સદ કાર્યમાં સમર્પિત ભાવથી આરાધના કરવા અંગે ખૂબ ખૂબ બિરદાવ્યા હતા. નીકાવા-કાલાવડથી પત્રકાર રાજુ રામોલીયા પણ જણાવે છે કે ફળદુસાયબએ હંમેશા જનસેવાથી પ્રભુસેવાના આદર્શને અપનાવ્યો છે તેમજ લોકોની સાથે રહેવાનિુ ભાવનાથી બહોળી લોકપ્રીયતા ધરાવે છે

આ તકે સમગ્ર કવરેજ દિવ્ય સંદેશા સાથે  ઠેર ઠેર પહોંચે તે માટે પત્રકાર શ્રીમતી  નયનાબેન પરેશકુમાર દવે (સેક્રેટરી ઇન્ડીયન લાયોનેસ ક્લબ)એ ફિલ્માંકન માધ્યમો સુધી પહોંચાડયુ હતુ તો જામનગરના સિનિયર એડવોકેટ અને નોટરી પંકજભાઇ જોશી અને શ્રીમતિ પ્રફુલ્લાબેન જોશીએ મહાદેવની આરાધનાની તસવીરો અવિરત સૌ સાથે શેર કરી હતી તેમજ વારાણસીમાં સૌ ભક્તો માટે સુચારૂ વ્યવસ્થા થાય તે જોવાની  જવાબદારી મીતેશ મહેતાએ સંભાળી હતી.

દરમ્યાન પ્રથમ જ્યોર્તિલીંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કોટી રૂદ્ર મહાયજ્ઞ આયોજનની જવાબદારી સંભાળતા જામનગરના જાણીતા એડવોકેટ અને સમાજ કલ્યાણ અને મહિલા ઉત્થાન માટે અવિરત કાર્યરત જાગૃતિબેન વ્યાસ પહોંચ્યા હતા તેઓની સાથે માનસપ્રેમ  અખબારના ઓનર પરેશભાઇ હસમુખરાય દવે,જાણીતા એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ,શ્રી કબીર આશ્રમના સેવક  જયદીપભાઇ ભટ્ટ, બ્રહ્મ આગેવાન કીરીટભાઇ ભટ્ટ વગેરે એ સોમનાથના બ્રહ્મબંધુઓ સાથે કોટી રૂદ્ર મહાયજ્ઞમા આહુતિઓ અર્પણકરી હતી.

________________________

રીગાર્ડઝ

ભરત જી. ભોગાયતા

પત્રકાર ( ગવર્મેન્ટ એક્રેડેટ)

પ્રેસપ્રતિનિધી- શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક -રાજકોટ

જર્નાલીસ્ટ–વાત્સલ્યમ સમાચાર & ન્યુઝ વેબ પોર્ટલ

બ્યુરો ચીફ –કમલમ દૈનિક -ગાંધીનગર

ખાસ પ્રતિનિધી-& માનદ બ્યુરોચીફ અમદાવાદ-ગાંધીનગર   – “જામનગર મોર્નિંગ” દૈનિક જામનગર

પબ્લીશર –માનસપ્રેમ સાપ્તાહીક-જામનગર

માનદ પ્રતિનિધી—  गुजरात वैभव  -હિન્દી દૈનિક અમદાવાદ

બ્યુરોચીફ (સૌરાષ્ટ્ર)- NAYA BHARAT  -અંગ્રેજી દૈનીક -અમદાવાદ

 

 

 

 

Back to top button
error: Content is protected !!