ષડયંત્ર : સેલ્સમેન પોતેજ કાવતરું ઘડ્યું ડ્રાઈવર અને ગામના માણસની મદદ લઈ ચોરીને અંજામ આપ્યો
ષડયંત્ર : સેલ્સમેન પોતેજ કાવતરું ઘડ્યું ડ્રાઈવર અને ગામના માણસની મદદ લઈ ચોરીને અંજામ આપ્યો

*દિયોદર લાખોની ચાંદીના દાગીના ભરેલ બેગ ગાયબ ! પોલીસે સેલ્સમેન સહિત ત્રણ ને ઝડપ્યા*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર પોલીસ ને ચાંદીના દાગીના ની ચોરી માં સૌથી મોટી સફળતા મળી છે જેમાં પોલીસે ગાડી માંથી 10 કિલો ચાંદીના દાગીના ભરેલ બેગ ગુમ કરનાર આરોપીને ઝડપી પાડી સધન પૂછ પરછ કરતા ફરિયાદી પોતેજ ચોરી કરાવી હોવાનો ઘટસ્ફોડ થતા પોલીસે ફરિયાદી આરોપી સહિત ત્રણ ઇસમો ને ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે
સમગ્ર બનાવ ની વિગત એવી છે કે મહેસાણા ખાતે રહેતા અલ્પેશકુમાર ભૂપેન્દ્રભાઈ સોની ચાંદીના દાગીના નો સેલ્સમેન નો ધંધો કરે છે જેમાં તારીખ 14 ફેબ્રુઆરી ના રોજ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપેલ કે ફરિયાદીની ગાડી માંથી અંદાજિત 9.500 કી ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા 23 લાખ ભરેલ બેગ ગુમ ચોરી થયેલ છે જે બાબત ની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા દિયોદર પી આઈ વી જે પ્રજાપતિ તેમજ પી એસ આઈ સહિત પોલીસ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસ ને શરૂઆત માં કોઈ કડી ન મળતા પોલીસ ને ફરિયાદ ની ભૂમિકા શંકાસ્પદ લાગતા દિયોદર પોલીસ ને ફરિયાદીના ડ્રાઈવર અજય સથવારા ને બોલાવી યુક્તિ પ્રયુક્તિ થી પૂછ પરછ કરી હતી જેમાં ફરિયાદીના ડ્રાઈવરે પોલીસ ની કડક પૂછતાજ સામે આરોપી ડ્રાઈવરે પોલીસ સમક્ષ ચોરી ની કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી જેમાં દિયોદર પોલીસે ફરિયાદી (1) અલ્પેશ દેવેન્દ્રભાઈ સોની રહે મહેસાણા (૨) અજય ઉર્ફ લાલભાઈ નટુભાઈ સથવારા રહે મહેસાણા (૩) રાહુલ જગદીશભાઈ માજીરાણા રહે મહેસાણા ની અટકાયત કરી હતી અને પોલીસ મથકે લાવી ત્રણ આરોપી ને કડક પૂછ પરછ કરતા ફરિયાદીએ જાતેજ MCS માં દેણું થઈ ગયું હોવાથી માસ્ટર પ્લાન ઘડ્યો હતો અને આરોપી ડ્રાઈવર ની મદદ લઈ ષડયંત્ર રચી પોતાની ગાડી માંથી ચાંદીના દાગીના ભરેલ બેગ ગુમ કરાવી હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ગુન્હાની કબૂલાત થતા પોલીસે ત્રણે આરોપી સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ફરિયાદી આરોપીએ પોલીસ ને ગુમરાહ કરવા માસ્ટર પ્લાન ઘડ્યો જાતેજ આરોપી પાસે 23 લાખની ચાંદીના દાગીના ની બેગ ગુમ કરાવી
ફરિયાદી આરોપી અલ્પેશ સોની ને અગાઉ MCS માં દેણું થઈ ગયું હતું દેણું ની ભરપાઈ કરવા માટે પહેલા થી એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો જેમાં આરોપી અલ્પેશ સોની અને તેના ડ્રાઈવર અજય સથવારે પ્લાન મુજબ અન્ય ઇસમ પાસે થરા વિસ્તાર માંથી પ્લાન મુજબ ગાડી માંથી ચાંદીના દાગીના ભરેલ બેગ ની ચોરી કરાવી હતી અને ચોરી થઈ હોવાનું ખોટું રટણ કરી સેલ્સમેન અને ડ્રાઈવરે પોલીસ મથકે આવી ખોટી ફરિયાદ નોંધાવી હતી
આ બાબતે દિયોદર પી આઈ વી જે પ્રજાપતિએ જણાવેલ કે આ બનાવ માં મુખ્ય આરોપી સેલ્સમેન અલ્પેશ સોની અને ડ્રાઈવર અજય સથવારા ની મોટી ભૂમિકા છે જેમાં પહેલા આરોપી રાહુલ માજીરાણા નામના ઇસમ ને 50 હજાર ની લાલચ આપી હતી અને પોતે જાતે આરોપી પાસે ગાડી માંથી ચાંદીના દાગીના ભરેલ બેગ ની ચોરી કરાવી હતી ચોરી કરવા માટે બનાવ ના આગળ ના દિવસે આરોપી રાહુલ ને સાથે રાખી ચોરી કઈ રીતે કરવી તેની આખી સમજણ આપી હતી પ્લાન મુજબ આરોપી રાહુલ માજીરાણા એ ચોરી કરી દાગીના તેના ઘરે સંતાડીયા હતા જ્યાં ઘર માંથી દાગીના પણ કબજે લીધા છે
10 કિલો ચાંદીના દાગીના ભરેલી બેગ ગુમ થઈ હોવાનું ખોટું રટણ કરી આરોપી અલ્પેશ સોનીએ દિયોદર તેમજ થરા વિસ્તારના સોની વહેપારીઓને ગેરમાર્ગે દોરિયા હતા અને સોની વહેપારીઓ ને બોલાવી પોલીસ મથકે લઈ જઈ ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી સોની વહેપારીઓ પણ આરોપી અલ્પેશ સોની ના વિશ્વાસમાં આવી જઈ પોલીસ મથકે દોડી આવ્યા હતા જેમાં સમગ્ર ષડયંત્ર જાતે રચ્યું હોવાનું બહાર આવતા સોની વહેપારીઓ એ પણ આરોપી સેલ્સમેન અલ્પેશ સોની સામે રોષ વ્યકત કર્યો છે




