GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એસ.બારડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ/બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે. જેમાં પ્રથમ વહાણ/બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ/ બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ/બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ/બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ, અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે.આ જાહેરનામાનો હુકમ તાત્કાલિક અસરથી તા.૦૨૨/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ BNS, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષા ને પાત્ર થશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!