GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરકારી પોલિટેકનિક રાજકોટ ખાતે રમતગમત સપ્તાહનો ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ

તા.૨૩/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી સરકારી પોલીટેકનિક રાજકોટ ખાતે તા. ૨૩/૨/૨૦૨૬ થી ૨૭/૨/૨૦૨૬ના સ્પોર્ટ્સ વીકનો આજરોજ તા.૨૩/૨/૨૦૨૬ના ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજકોટ ભાજપ મહિલા પ્રદેશ અધ્યક્ષ શ્રી લક્ષ્મીબેન મિશ્રા, રાજકોટ સીટી હ્યુમન રાઈટ્સ કમીશનના ચીફ ઓફિસર શ્રી પૃથ્વીસિંહ રાણા તેમજ બી.કે. મોદી ફાર્મસી કોલેજ રાજકોટના આચાર્ય શ્રી ડો. એ. વી. દુધરેજીયા અને એવીપીટી ઇન્સ્ટીટયુટ રાજકોટના આચાર્ય શ્રી જી.વી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગના ખાતાના વડાશ્રીઓ તેમજ અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અત્રેની સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. એ. એસ. પંડ્યા દ્વારા સ્વાગત ઉદબોધન દ્વારા કરવામાં આવી હતી તેમજ ભણતરની સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ શ્રી લક્ષ્મીબેન મિશ્રા તથા શ્રી પૃથ્વીસિંહ રાણા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં

રમતગમત દ્વારા કૌશલ્યો, ટીમવર્ક અને સંકલનના પાસાઓને કેળવી શકાય તેમ તેઓએ જણાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ડૉ.આર.જે રાવલ દ્વારા કરવામાં આવેલ હતું. અંતે સ્પોર્ટ્સ વીકના કો-કન્વીનર શ્રી પી.ડી.સોરઠીયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા મશાલને પ્રજ્વલિત કરીને સ્પોર્ટ્સ વીકના કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

રમતગમત સપ્તાહના સફળ સુચારુ સંચાલન માટે સ્પોર્ટ્સ સમિતિના કન્વીનર ડૉ. એસ. કે. ચારોલા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્પોર્ટ્સ વીકમાં ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીક્સ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસાખેંચ, ટ્રેઝર હન્ટ, સિંગિંગ સ્પર્ધા, પોએમ રાઈટીંગ તેમજ ચેમ્પિયન થ્રુ ચેલન્જીસ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોરની કુલ ૧૯ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. સંસ્થાના આશરે ૯૫૦થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઇ રહ્યા છે. વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર રહેનાર વિધાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!