GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે ચક્ષુદાનથી સ્વ.મંગળાબેનએ આપી બે વ્યક્તિઓને રોશનીની ભેટ

કેશોદ ખાતે ચક્ષુદાનથી સ્વ.મંગળાબેનએ આપી બે વ્યક્તિઓને રોશનીની ભેટ

કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. સ્વ.મંગળાબેન જયંતીભાઈ કોટક દ્વારા પાંચ વર્ષ પૂર્વે કરેલો ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ પરિવારજનોએ પૂર્ણ કરી પ્રેરણાત્મક સેવા કાર્ય કર્યું છે.સ્વ.મંગળાબેનના અવસાન થતાં તેમના પુત્ર નવીનભાઈ જયંતીલાલ કોટકે તેમની માતાની અંતિમ ઇચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ ભારત વિકાસ પરિષદ ના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર એરેણાના સંચાલક શ્રી નાથાભાઈ નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો હતો.આ સંગ્રહિત ચક્ષુઓ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન વ્યક્તિઓને નવી રોશની પ્રદાન કરશે, જે માનવ સેવા અને પરોપકારનું જીવંત ઉદાહરણ છે. સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવતા આ પ્રેરણારૂપ પ્રસંગે ભારત વિકાસ પરિષદની ટીમના ડૉ.તન્ના સાહેબ, આર.પી.સોલંકી, દિનેશભાઈ કાનાબાર તથા જગમાલભાઈ નંદાણીયાની વિશેષ ઉપસ્થિત રહી હતી. ચક્ષુદાન નું કલેક્શન હાર્દિપ સિંહ જેઠવા અને ડો.સ્નેહલ તન્ના સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય વાહન ની વ્યવસ્થા મા રાજેશ નંદાણીયા રહ્યા છે. જ્યારે ચક્ષુદાન આઈ બેંક સુધી પહોંચાડવા મા ડો.કરશનભાઈ વાજા રહ્યા છે. જ્યારે અન્ય સંકલન મોહિતભાઈ સોલંકી અને વિશાલ જોટવા રહ્યા હતા સ્વ.મંગળાબેનના આ મહાન દાન બદલ સમાજના આગેવાનો દ્વારા પરિવારજનોને અભિનંદન પાઠવાયા હતા અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!