SINORVADODARA

ભારત વિદ્યાલય સાધલી ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓનું સ્કૂલ સ્ટાફ દ્વારા સ્વાગત કરાયું

ફૈઝ ખત્રી…શિનોર
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે શિનોર તાલુકાના સાધલી ગામ સ્થિત ભારત વિદ્યાલય સાધલી ખાતે પણ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભારત વિદ્યાલય સાધલીના પ્રિન્સિપાલ અશ્વિન ભાઈ ગોહિલ તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને એન્ટ્રી ગેટ પર ગોળ-ધાણા ખવડાવી શુભેચ્છા પાઠવીને પરીક્ષા હોલમાં પ્રવેશ અપાયો હતો, જેથી વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.
આ ઉપરાંત સ્વામિનારાયણ નારાયણ ગુરુકુળ લોયા ધામ કંડારી દ્વારા પણ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવી સકારાત્મક પહેલોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે છે, જે તેમની સફળતા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
કોઈ અનીચ્છનીયા બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે
સિનોર પોલીસ સ્ટાફ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો .

Back to top button
error: Content is protected !!