DEDIAPADAGUJARATNARMADA

પ્રફુલ વસાવા, રાજ વસાવા ભાજપમાં જોડાયા:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપ માં સામેલ 

પ્રફુલ વસાવા, રાજ વસાવા ભાજપમાં જોડાયા:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપ માં સામેલ

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 26/02/2026 – ડેડીયાપાડા – નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ માંગરોળના ધારાસભ્ય અને આદિજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા ના સન્માનમાં રાખવામાં આવ્યો હતો.ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નાયબ મુખ્યમંત્રી સંઘવી, મંત્રી નરેશ પટેલ સહિત નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યારબાદ ડેડીયાપાડા થી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. સાથે આદિવાસી સમાજના અભિનેતા, સિંગર, સમાજ સેવક તમામ લોકોનું હર્ષભાઈ સંઘવી દ્રારા આદિવાસી ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય પાર્ટી ના 1000 થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી, મંત્રી નરેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા,ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ ભાઈ રાવ, આગેવાનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!