
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : ઈસરી સેન્ટર પર પરીક્ષાર્થીઓ ને ગોર – ધાણા કંકુ તિલક સાથે પ્રવેશ અપાયો
રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 1ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.ધોરણ 10 નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ધોરણ 10 અને 12નીશરૂ થયેલી પરીક્ષાને લઈને અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ચુસ્ત આયોજન હાથ ધરાયું છે.ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પ્રારંભે મોડાસાના સર્વોદય અને કે.એન શાહ મોડાસા અને મદની હાઇસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા અને હકારાત્મક માહોલ ઊભો કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર જીલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન ગામિત,કોર્પોરેટર,સામાજિક કાર્યકરોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ગુલાબનું ફૂલ આપીને અને ધોરણ 12 સાયન્સના મદની હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર કાદર સૈયદ અને આચાર્ય હનીફભાઇ દાદુ ચોકલેટ દ્વારા વિધાર્થીઓને મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપીને સફળ પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 ના કુલ 18,314 વિદ્યાર્થીઓ માટે 27 કેન્દ્રો હેઠળ 75 બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 11,194 અને વિજ્ઞાન પ્રવાહના 1,802 વિદ્યાર્થીઓ મળી કુલ 12,996 વિદ્યાર્થીઓ 18 કેન્દ્રોના 49 બિલ્ડિંગોમાં પરીક્ષા આપશે .આ રીતે જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રોના 146બિલ્ડિંગ અને 1,093 બ્લોકમાં મળીને 31,310 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.આર અરવલ્લીના બોર્ડ પરીક્ષાના કેન્દ્રો પર 1696 કર્મચારી ફરજ બજાવશે..પરીક્ષા કેન્દ્રો પર 2 DYSP,12 પીઆઈ,20 PSI,320 પોલીસ જવાન ,598 હોમગાર્ડ, જીઆરડી જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ આરોગ્ય સુવિધા, વીજળી વ્યવસ્થા અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય.વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
મેઘરજ તાલુકામાં પણ વિવિધ સેન્ટરો પર પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ઇસરી સેન્ટર પર પરીક્ષાર્થીઓ ને ગોર ધાણા તેમજ કંકુ તિલક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે પરીક્ષાર્થીઓ માં ઉત્સાહ જોવા મળ્યો





