
ફૈઝ ખત્રી…શિનોર
કાયાવરોહણ ખાતે સાડા છ વર્ષની ચૌહાણ હુશના બાનુએ પવિત્ર રમઝાન મહિનામાં પોતાના જીવનનો પહેલો રોજો રાખી ખુદાની ઇબાદત કરી અનોખો સંદેશ આપ્યો છે. નાની ઉંમરમાં ધાર્મિક ભાવના અને સંકલ્પ દર્શાવતાં તેમના આ પ્રયત્નને પરિવારજનો અને સ્થાનિક સમાજ દ્વારા પ્રશંસા મળી રહી છે.
હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં રોજા રાખી અલ્લાહની બંદગી અદા કરવામાં આવે છે. કડકડતી ગરમી હોવા છતાં લોકો શ્રદ્ધાપૂર્વક રોજા પાળી રહ્યા છે.
એ જ રીતે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામે રહેતા ચૌહાણ ઇમરાન ની છ વર્ષની દીકરી હુશના બાનુએ પણ પોતાના જીવનનો પહેલો રોજો રાખ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકીમાં શરૂઆતથી જ ધાર્મિક ભાવના જોવા મળે છે અને રોજા પૂર્ણ કર્યા બાદ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
નાની વયે ધાર્મિક સંસ્કાર અને આસ્થા પ્રત્યેનો આ ઉત્સાહ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.




