AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડીયા) દ્વારા ભવ્ય આયોજન

વારાણસીમાં વિશ્ર્વનાથની નિશ્રામાં આચાર્યપદે રાજકોટના આચાર્ય અને સાથી વિદ્વાનોના વૈદિકમંત્રો સાથેના મહાદેવના યજ્ઞનુ દિવ્ય વાતાવરણ

 

જામનગર (ભરત ભોગાયતા)

ભારત વર્ષમાં સ્વયંભુ પ્રગટ ભગવાન મહાદેવજીના બારેય જયોર્તિંગ સ્થળોએ એક સાથે નવ દીવસીય કોટીરૂદ્ર યજ્ઞ યોજાઇ રહ્યા છે તેમાં વારાણસીમાં વિશ્ર્વનાથ મહાદેવના સાન્નિધ્યમાં મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે તેમાં યજ્ઞવિધીના આચાર્ય પદે રાજકોટના પ્રખર કર્મકાંડી ધર્મેન્દ્રભાઇ ભટ્ટ છે તેમની સાથે બીજા વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો છે આ ભૂદેવોની સમગ્ર ટીમ આરોહ અવરોહ અને શાસ્રીય લહેકા સાથે મંત્ર ઉચ્ચારણ કરી સૌ યજમાનોને યજ્ઞ વિધી કરાવી રહ્યા છે અને મહાયજ્ઞના ભવ્ય આયોજનમાં સમગ્રપણે દિવ્ય વાતાવરણ બની ગયુ છે.

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ઇન્ડીયાના જામનગરના સ્થાપક અને પ્રમુખ તેમજ પ્રજ્ઞાચક્ષુ હર્ષદભાઇ વ્યાસે સૌ બ્રહ્મબંધુઓના તેમજ આગેવાનોના સહકારથી  ગુજરારમાં  સોમનાથ અને નાગેશ્ર્વર દ્વારકા પાસે  મળી ભારતભરના મહાદેવના બારેય  જ્યોર્તિલીંગોની નિશ્રામા તારીખ એક સાથે ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી આ યજ્ઞ યોજાય રહ્યા છે જામનગરથી ભાવિક યજમાનોનુ એક વૃંદ મીતેશ મહેતાની આગેવાનીમાં વારાણસી ગયુ છે ત્યારે આ યજમાન વૃંદમાંના પત્રકાર નયનાબેન પરેશકુમાર દવેએ જણાવ્યુ છે કે આ મહાયજ્ઞમાં અમે સૌ યજમાનો લાહ્વો લઇ શિવભક્તિથી ધન્યતા અનુભવી રહ્યા છીએ.

Back to top button
error: Content is protected !!