BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી. મોદી વિદ્યાસંકુલ ખાતે “સમન્વય” સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન

27 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી. મોદી વિદ્યાસંકુલ ખાતે “સમન્વય” સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે પૂર્વ પ્રમુખ સ્વ. શ્રી શિરીષકુમાર મોદીશ્રીની પાવન સ્મૃતિમાં બે દિવસીય “સમન્વય” સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ સર્જનાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં કલા, સંગીત, નાટ્ય અને નૃત્યના વિવિધ આયામોનો સુમેળ જોવા મળશે.
તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કે. ગિરધર ઓપન એર થિયેટર ખાતે આર્ટ એક્ઝિબિશન, સંગીત કાર્યક્રમ તથા આશિષ ઠાકર દ્વારા નિર્મિત “પસલાની અસલી” નાટ્ય પ્રસ્તુતિ યોજાશે.
તા. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ વિશાળ ચિત્રકલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ૭૦૦ થી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ઉપરાંત, એમ.એ. પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના ચિત્ર વિભાગના ૧૫ થી ૨૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી આર્ટિસ્ટ્સના પેઇન્ટિંગ્સનું વિશેષ પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન સંગીત વિભાગના ‘નાદ પર્ણાશા’ મ્યૂઝિકલ ગ્રુપ દ્વારા બંને દિવસ વિવિધ સંગીતમય રજૂઆતો થશે. તેમજ તા. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ આનર્ત ડાન્સ કંપની, અમદાવાદ દ્વારા “વિવિધા” કથક નૃત્ય પ્રસ્તુતિ યોજાશે, જે કાર્યક્રમને વધુ ભવ્ય અને રંગીન બનાવશે.
શહેરના કળાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા જનસામાન્યને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!