થરા કોલેજમાં “સાયબર ક્રાઈમ જનજાગૃતિ” પર એક દિવસીય રાજ્ય વર્કશોપ યોજાયો…
થરા કોલેજમાં "સાયબર ક્રાઈમ જનજાગૃતિ" પર એક દિવસીય રાજ્ય વર્કશોપ યોજાયો...

થરા કોલેજમાં “સાયબર ક્રાઈમ જનજાગૃતિ” પર એક દિવસીય રાજ્ય વર્કશોપ યોજાયો…
આર્ટ્સ એન્ડ કોમર્ષ કોલેજ થરામાં પ્રિ.ડૉ.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ “સાયબર ક્રાઈમજનજાગૃતિ” વિષયક એક દિવસીય રાજ્ય કક્ષાનો વર્કશોપ તા. ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ ભવ્ય રીતે યોજાયો.એન.સી. સી.કેડેટ હેતલબેન ભદ્રેવાડિયા એ પ્રાર્થના ગીતબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી જે.એ.બારોટે સાયબર હુમલાના વિવિધ સ્વરૂપો,પાસવર્ડ સુરક્ષા, ડેટા પ્રોટેક્શન અને સોશિયલ એન્જિનિયરિંગ જેવા મુદ્દાઓ પર વ્યાપક અને વ્યવહારૂ માર્ગ દર્શન પૂરું પાડ્યું.તેમના ઉદાહરણ આધારિત પ્રવચને ઉપસ્થિતોમાં સુરક્ષિત ડિજિટલ આચરણ પ્રત્યે સજાગતા વધારી.ઉમાભાઈ પટેલે ડિજિટલ સાક્ષરતા,નૈતિક મૂલ્યો અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર મર્મસભર વિચારો રજૂ કર્યા.આધુનિક ટેકનોલોજી સાથે સજાગતા અને સંસ્કારિત વલણ જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.વકીલ રાજેશભાઈ બારોટે સાયબર કાયદા,ઑનલાઈન ગુનાઓ, કાનૂની જોગવાઈઓ તથા નાગરિકોની જવાબદારીઓ અંગે સ્પષ્ટ અને પ્રબોધક માહિતી આપી.કાનૂની દૃષ્ટિ કોણથી રજૂ કરાયેલા મુદ્દાઓ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થયા.કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડિનેટર ડૉ.ગોવિંદભાઈ મુંધવા (ભરવાડ) અને સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડો.રામભાઈ સોલંકીએ કર્યું હતું.આ કાર્યક્રમમાં થરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ઉમાભાઈ પટેલ,પી.સી. વિષ્ણુભાઈ પ્રજાપતિ સહીત વિવિધ સ્કૂલમાંથી શિક્ષક મિત્રો, કૉલેજ અઘ્યાપક ગણ અને દરેક કૉલેજ પરિવાર ના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





