આણંદ – પ્રતિબંધિત ચા ના કપનું વેચાણ કરતા 07 એકમો દંડાયા રૂપિયા 27 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો

આણંદ – પ્રતિબંધિત ચા ના કપનું વેચાણ કરતા 07 એકમો દંડાયારૂ પિયા 27 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો
તાહિર મેમણ – આણંદ 27/02/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ની સૂચના અનુસાર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા ટીમ બનાવીને ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા આણંદ ના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા દુકાનો ઉપર આકસ્મિક તપાસણી કરતા રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા ચા ના કપનું વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. આવા 07 એકમો પાસેથી દંડનીય કાર્યવાહી કરી રૂપિયા 27,000 /- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા મનપા વિસ્તારના ચા નુ વેચાણ કરતા એકમોને પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે અન્યથા આવા એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.





