કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વિધાનસભામાં યુરિયા નેનો યુરિયા વિશે પ્રશ્ન પુછાયો

નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જીલ્લા કાંકરેજ વિસ્તાર ના યુવા લોકપ્રિય ધારાસભ્ય અવારનવાર ચર્ચા મા રહેતા હોય છે ત્યારે વિધાસભા મા ચાલુ સત્ર દરમિયાન ખેડુત લક્ષી મહત્વ નો મુદા પર પ્રશ્ન કરાવામા આવ્યો જેમા ધારાસભ્ય દ્વારા પુછવા મા આવ્યું યુરિયા ખાતર ની ખરીદી કરવા મા આવે તેના પર નેનો યુરિયા ફરજીયાત પણે ખેડૂતોને લેવુ પડે છે કે કેમ…છેલ્લા એક વર્ષ મા યુરિયા ખાતર ની ખરીદી સાથે નેનો યુરિયા લિકવિડ ખેડુતોને અપાય છે એમા કેટલી ફરિયાદો સરકાર ને મળી સાથે સામે ક્રુષી મંત્રી નો જવાબ મા તપાસ કરતા છેલ્લા એક વર્ષ મા ફરિયાદો નિવારવા 23 જેટલી યુરિયા નેનો યુરિયા લિકવીડ લાયસન્સ દુકાન ધારકો ને નોટિસો ફટકારવા મા આવી છે અને 12 જેટલા યુરિયા અને નેનો યુરિયા લિકવીડ વેચાણ દુકાન દારો ના પરવાના (લાયસન્સ) રદ કરવા મા આવ્યા છે ફરજીયાત પણે નેનો યુરિયા ની બોટલ ખેડુતોને ના આપવા તેમજ ફરજીયાત પણે કોઈ લાયસન્સ ધારકો આપતા પકડાશે ત્યારે નિયમોનુસાર કાર્યવાહી કરવા મા આવશે તેવુ ક્રુષી મંત્રી દ્વારા જવાબ આપવા મા આવ્યો છે સાથે નેનો યુરિયા ખેડુતોને ફરજીયાત ખરીદી કરી એવુ નથી મરજીયાત છે સાથે કાંકરેજ ના લોકપ્રિય ધારાસભ્ય દ્વારા ખેડુતોનો મજબૂત મુદો વિધાનસભા ગ્રુહ મા લેવાયો છે ત્યારે ખેડૂતો સુધી માહિતી વાકેફ કરવા મા આવી રહ્યા છે




