નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા પીએમશ્રી ગુજરાત ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળાના આચાર્ય પિયુષકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
ભારતમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તે ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સીવી રામન દ્વારા રમન અસરની શોધને ચિહ્નિત કરે છે. આ સિદ્ધિને સન્માનિત કરવા અને વૈજ્ઞાનિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે 1986 માં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો.
જે અંતર્ગત પ્રાથમિક કન્યા શાળા પીએમશ્રી ગુજરાતના શાળાના ધોરણ ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક અને માર્ગદર્શક દિપ્તીબેન ભવાનભાઈ વસાવા દ્વારા ૧૫ જેટલા વિદ્યાર્થીઓ સાથે રહી રોબોટિક ટોય કાર, હાઇડ્રોલિક લિફ્ટ, મીની રોબોટ, હાઇડ્રોલિક ક્રેઇન, રિમોટ ઓપરેટ રોબોટ જેવા રોબોટિક સાધનો બનાવી વિધાર્થીઓ વચ્ચે પ્રદર્શન કરી આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




