નવસારી મનપા દ્વારા રદિયો આપવામાં આવે છે કે ઝટપટ દૈનિક અખબાર પેપરમાં આવેલ સમાચાર તથ્ય હિન અને ભ્રામક છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં આયોજિત ફ્લાવર શો ની પ્રતિકૃતિઓ તથા મોડેલ ફાયર સ્ટેશન અંગે એક દૈનિક અખબારમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર તથ્યવિહીન અને ભ્રામક છે. ઝટપટ દૈનિક અખબાર પેપરમાં આવેલ સમાચારમાં આવેલ કટીંગ જાહેર કરાયો છે.આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવે છે કે ગત મહિને લુન્સીકૂઈ મેદાન ખાતે યોજાયેલા ફ્લાવર શોમાં બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ વેડફાઈ ગઈ હોવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. મહાનગરપાલિકા દ્વારા “વેસ્ટ ટુ બેસ્ટ” અભિયાન અંતર્ગત આ પ્રતિકૃતિઓનો સકારાત્મક અને સર્જનાત્મક ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શોમાં પ્રદર્શિત કેટલીક કૃતિઓમાં જરૂરી સુધારા કરી, પ્લાસ્ટિક સહિતના ઉપયોગી સામગ્રી દ્વારા વધુ મજબૂત બનાવી શહેરના વિવિધ બાગ-ઉદ્યાનોમાં સ્થાપિત કરવામાં આવશે. વાજપેયી ઉદ્યાન, રાશિમોલ નજીકનો નવો બાગ, શિરવાઈ ગાર્ડન, ફુવારા વિસ્તારનો જયુબિલી ગાર્ડન તેમજ સિંધી કેમ્પ નજીકના ગાર્ડનમાં આ પ્રતિકૃતિઓ મૂકવામાં આવનાર છે, જેના કારણે શહેરના બાગોનું સૌંદર્ય વધશે અને નાગરિકોને આકર્ષણનું કેન્દ્ર મળશે.
હાલના તબક્કે એસડબ્લ્યુએમ (Solid Waste Management) વિભાગ દ્વારા “વેસ્ટ ટુ બેસ્ટ” કામગીરી અંતર્ગત કૃતિઓ તૈયાર કરવાની કામગીરી પ્રગતિ પર છે. આ કૃતિઓનો ઉપયોગ જાહેર સ્થળોએ સોલીડ વેસ્ટ એકત્રિત કરવા માટે પણ કરવામાં આવશે, જેથી સ્વચ્છતા અને સૌંદર્ય બંનેનો સમન્વય સાધી શકાય.
મોડેલ ફાયર સ્ટેશન બાબતે પણ અખબારમાં દર્શાવાયેલ માહિતી ભ્રામક છે. એનએમસી ફાયર વિભાગ દ્વારા આ મુદ્દે કમિટી ગઠિત કરવામાં આવી છે અને રૂમ ફાળવણી સહિતની પ્રક્રિયા હાલ કાર્યરત છે.
અતએવ, નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે




