GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

 

અત્યાર સુધી ૫૩ કેમ્પમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ લીધો લાભ

​મોરબી: માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી ૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


​કેમ્પની વિગતો: ​તારીખ: ૦૪-૦૩-૨૦૨૬, બુધવાર (ધૂળેટીના પર્વ પર પણ કેમ્પ ચાલુ રહેશે)​સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક ​સ્થળ: શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી.
​અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાનારા આ કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવશે.
​મળવાપાત્ર સુવિધાઓ:આ કેમ્પમાં પસંદગી પામેલા દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની બસ સુવિધા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો તેમજ ચશ્મા અને ટીપાંની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે.
​ખાસ સૂચના:તપાસ માટે આવતા દરેક દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ:નોંધનીય છે કે છેલ્લા ૫૩ મહિનામાં યોજાયેલા કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં ૧૫,૦૩૮ લોકોએ લાભ લીધો છે અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.​વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (98250 82468), હરીશભાઈ રાજા (98792 18415), નિર્મિતભાઈ કક્કડ (99988 80588) અથવા અનિલભાઈ સોમૈયા (85110 60066) નો સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!