BANASKANTHAGUJARATKANKREJ

અમદાવાદ ગોતા થી શરૂ થયેલ પદયાત્રા ટોટાણા ધામ પહોંચી ભવ્ય સ્વાગત કરાયું…

અમદાવાદ ગોતા થી શરૂ થયેલ પદયાત્રા ટોટાણા ધામ પહોંચી ભવ્ય સ્વાગત કરાયું...

અમદાવાદ ગોતા થી શરૂ થયેલ પદયાત્રા ટોટાણા ધામ પહોંચી ભવ્ય સ્વાગત કરાયું…

ઠાકોર સમાજની અતિઆધુનિક સંકુલ બનાવવા માટે ૨૮ કરોડની જમીન દાન કરનાર નું સન્માન..

અમદાવાદ ગોતા વિસ્તાર માં ઠાકોર સમાજ માટે સંકુલ બનાવવા માટે ૨૮ કરોડની જમીન દાન આપનાર દાતાનું ટોટાણા ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું…

અમદાવાદ ગોતા વિસ્તારમાં આધુનિક ઠાકોર સમાજ ભવન બી.એમ.ઠાકોર પરિવાર દ્વારા ઠાકોર સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે અમદાવાદ ગોતામાં સંકુલ બનાવવા માટે ૨૮ કરોડ ની જમીન દાન કરનાર અજયસિંહ ઠાકોર અને આનંદસિહ ઠાકોર નું ભવ્ય સ્વાગત બનાસકાંઠા, પાટણ,વાવ-થરાદ ઠાકોર સમાજ અને બી.જે.ઠાકોર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ…

ઓગડ તાલુકાના ટોટાણાધામ ખાતે આવેલા સંતશ્રી સદારામ બાપાના દર્શન કરવા માટે અમદાવાદ થી ગોતા સુધી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે પગપાળાયાત્રા અમદાવાદ ગોતા થી તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસ્થાન કરવામાં આવી હતી જે યાત્રા કલોલ,મેહસાણા ચાણસ્મા,હારીજ,રોડા, આસલડી થઈ તા. ૨૮/૦૨/૨૦૨૬ ના રોજ ટોટાણાધામ ખાતે પહોંચી હતી. જ્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો જોડાયા હતા આ પદયાત્રામાં અજયસિંહ ઠાકોર અને આનંદસિહ ઠાકોરનું રસ્તામાં આવતા ઠાકોર સમાજના તમામ ગામ લોકો દ્વારા સાફો પહેરાવીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે બનાસકાંઠા વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા ટોટાણાધામ ખાતે અજયસિંહ ઠાકોર અને આનંદસિહ ઠાકોરનું સદારામ બાપા નો ફોટો મોમેન્ટ અને તલવાર આપી ખેસ પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ટોટાણા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભવ્ય સ્વાગત કરેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટિય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી દાસ બાપુ ઉપસ્થિત રહ્યાં ને આશીર્વચન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ઠાકોર સમાજ માટે અતિ આધુનિક સંકુલ માટે જે કરોડો રૂપિયા ની જમીન સમાજ માટે દાન આપી ઠાકોર સમાજ માં સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઠાકોર સમાજના બંને દાતાઓને સેવાક્રિય કાર્ય માં મોટું યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દિયોદર ઠાકોર સમાજ ટીમ દ્વારા સુંદર સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Check Also
Close
Back to top button
error: Content is protected !!